મંગલ ઘોસ છઠીકી આયો
કીર્તનના શબ્દો
મંગલ ઘોસ છઠીકી આયો ।
આનંદે બ્રજરાજ યશોદા મનહુઁ અધન ધન પાયો ॥૧॥
કુઁવર ન્હવાઈ જસોદા રાની કુલદેવીકે પાઁય પરાયો ।
બહુત પ્રકાર વિજન ધરિ આગેં સબ વિધિ ભલૌ મનાયો ॥૨॥
સબ બ્રજનારી બધાવન આઈ સુતકૌ તિલક કરાયો ।
જયજયકાર હોત ગોકુલમેં પરમાનંદ યશ ગાયો ॥૩॥