← બધા કીર્તન

સાત પાંખડીનું મને કમળ ગમે

વધુ કીર્તન

કીર્તનના શબ્દો

પેલી પાંખડીએ શ્રીનાથજી બિરાજતા, ઊંચો હાથ કરી એ તો સૌને બોલાવતા, શ્રીજીના દ્વારે જરૂર જાજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 1

બીજી પાંખડીએ શ્રી યમુનાજી બિરાજતા, કરના કમળમાં માળાજી ધરતા, યમુનાષ્ટક પાઠ જરૂર કરજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 2

ત્રીજી પાંખડીએ શ્રી વલ્લભ બિરાજતા, પુષ્ટિ મારગનો મહિમા સમજાવતા, સર્વોત્તમના પાઠ જરૂર કરજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 3

ચોથી પાંખડીએ તુલસીજી બિરાજતા, બ્રહ્મસંબંધ આપી તુલસી કંઠી પેરાવતા, ઠાકુરજીની સેવા જરૂર કરજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 4

પંચમી પાંખડીએ અષ્ટ સખા બિરાજતા, કીર્તન કરીને શ્રીજીને રિઝવતા, કીર્તનનો લ્હાવો જરૂર લેજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 5

છઠ્ઠી પાંખડીએ ગૌમાતા બિરાજતા, તેત્રીસ કરોડ દેવ એના અંગમાં બિરાજતા, ગૌમાતાની સેવા જરૂર કરજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 6

સાતમી પાંખડીએ શ્રી ધજાજી બિરાજતા, શ્રીનાથજી એમ સાક્ષાત બિરાજતા, ધજાજીના દર્શન જરૂર કરજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 7

કમળનું કીર્તન જે કોઈ ગાશે, વ્રજમાં વાસ એનો નક્કી જ થાશે, કીર્તનમાં જરૂર આવજો તમે, ભક્તિ આનંદ મારા ઘરમાં રહે. સાત પાંખડી - 8

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.