જયતિ વામનાકાર વિસ્તાર
કીર્તનના શબ્દો
જયતિ વામનાકાર વિસ્તાર સકુમાર તન ત્રિવિક્રમા ક્રાંતિ ત્રિભુવન ઉદારી ॥
પ્રસર પદન સ્વર નિરભેદ બ્રહ્માંડ વર વિવર ગતિ જનિત સુર સુરિ ત્રિધારી ॥૧॥
જયતિ અભ્ર વપુ સ્યામ અતિ સોભે ઉપવીત વર ચિર કૃષ્ણા અજિન જટા ધરિ દંડ ધારી ॥
મેખલા ભુજ કોપીન કર કુસ પાની જપ માલ સર્વ વ્રત બ્રહ્મચારી ॥૨॥
જયતિ સક્ર સુર રાજ દાયક દયા સિંધુ બલિ દ્વાર પાલક ગદાધર મુરારી ॥
દાસ 'માધો' સોઈ ભક્ત હિત વપુ ધરે શ્રી જગન્નાથ નીલ ગિરિ બિહારી ॥૩॥